Skip to main content

CR પાટીલ સહીત આ આઠ ભાજપ કાર્યકરો કોરોના પોઝીટીવ -આ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા



ભાજપનાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ હવે કોરોનાથી સંક્રમિત થયા છે. પાટીલને ગાંધીનગરમાં આવેલ અપોલો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.  કોરોના મહામારીમાં પણ સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતનો પ્રવાસ ખેડી એમણે પોતે જાણે કોરોનાને આમંત્રણ આપ્યું હોય એવું લાગી રહ્યું હતું. અત્યાર સુધીમાં CR પાટીલની રેલીમાં ગયેલ ઘણાં ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ પણ કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે.

ભાજપનાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાની ઉપરાંત પ્રદેશ કાર્યાલય કમલમનાં પ્રદેશ કાર્યાલયનાં મંત્રી પરેશ પટેલ, મહિલા મોરચાનાં કાર્યાલય મંત્રી મોના રાવલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, સફાઈકર્મીઓને લાવનાર ડ્રાઈવર, કુલ 2 સફાઈકર્મી કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કમલમમાં કોરોના પોઝિટિવ કેસ આવતાં કાર્યાલયની ઓફીસ બહાર રીબીનવાળા બેરિકેડ લગાવિ દેવામાં આવ્યા છે.

ભાજપનાં કાર્યાલય કમલમ કોરોના કેન્દ્ર જેવું બની રહ્યું હોવાનો ગ્રાઉન્ડ રિપોર્ટ જ કોરોનાના કેસ આવવા લાગતા અંતે ભાજપ પ્રમુખ દ્વારા કાર્યકરોને કામ સિવાય કમલમ ન આવવાની સૂચના આપી દેવામાં આવી છે અને કમલમમાં આવતા મંત્રીઓ વેબકેમથી કાર્યકરોની રજુઆત તથા ફરિયાદો સાંભળી રહ્યા છે. છેલ્લા કળ 3 સપ્તાહથી શરૂ થયેલ આને પરિણામે કમલમમાં ટોળેટોળા ઉમટી પડતા હતા. જેને કારણે કોવિડની ગાઈડલાઈનનું પાલન થતું ન હતું. આને કારણે કમલમ કોરોના કેન્દ્ર જેવું બની ગયું

Comments

Popular posts from this blog

નગરપાલિકા ચૂંટણીમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ઓના પ્રશ્નો માટે અનામત સીટો વધારવા માટે આવેદન પત્ર

  રાજકીય તેમજ સરકારી અનામત સંઘર્ષ સમિતિની ૩૨ જેટલી સંસ્થાઓએ ભેગા મળી સુરત બારપરા ચોર્યાસી માયાવંશી સમાજના પ્રમુખ કાંતિ રાંદેરિયાની આગેવાની હેઠળ કલેકટર ને આવેદન પત્ર પાઠવ્યું. નવી વસ્તી ગણતરીના આંકડા મુજબ રાજ્યની વિધાનસભા અને પંચાયત તથા નગરપાલિકા ચૂંટણીમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ઓના પ્રશ્નો માટે અનામત સીટો વધારવા માટે કલેકટરના માધ્યમથી ભારતીય ચૂંટણી પંચને આવેદનપત્ર મોકલવામાં આવ્યું છે.

જીભની રચના

સુરતના ONGCમાં બેરુત જેવો બ્લાસ્ટ : ધડાકા સાથે અડધા શહેરમાં કંપારી અનુભવાઇ

  સુરતના ONGCમાં બેરુત જેવો બ્લાસ્ટ : ધડાકા સાથે અડધા શહેરમાં કંપારી અનુભવાઇ મળતી માહીતી મુજબ સુરત (Surat) નાં હજીરા (Hazira) માં આવેલી ONGC કંપનીમાં વહેલી સવારે ૩.૦૯ વાગ્યે પ્રચંડ બ્લાસ્ટ (Massive Blast) થયો હતો. પ્રાથમિક માહીતી અનુસાર આ ધડાકો ગેસ લીકેજને (Gas Leakage) કારણે થયો હતો. ધડાકાની તીવ્રતા એટલી બધી હતી કે સુરતનાં રાંદેર, અઠવા અને સેન્ટ્રલ ઝોનમાં કંપારી અનુભવાઇ હતી. હાલ પ્રાથમીક ધોરણે HADA (હજીરા એરીયા ડેવેલોપમેન્ટ ઓથોરીટી) દ્રારા ઇમરજન્સીનો કોલ આપવામાં આવ્યો છે. થોડા સમય પહેલા લેબેનોન દેશના બૈરૂતમાં થયેલો ધડાકો અને લાગેલી આગની જેમ જ સુરતના છેવાડે હજીરા ખાતે આવેલી ઓએનજીસી કંપનીમાં પણ આજે મધરાત્રે ત્રણ કલાકે ધડાકા સાથે ગેસ ટર્મિનલ પ્લાન્ટમાં આગ લાગતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. પ્રાથમિક તારણ પ્રમાણે ગેસ લીકેજને કારણે આ ધડાકો થયો હતો. જેનો અવાજ ફરતેના 25 કિ.મી. સુધીના વિસ્તારમાં સંભળાયો હતો. ધડાકા સાથે લાગેલી આગને કારણે તેની જ્વાળાઓ આકાશમાં બે કિ.મી.થી પણ ઉંચી ઉઠી હતી. આગને કારણે હજીરાનું આખું આકાશ ગુલાબી કલરનું થઈ જવા પામ્યું હતું. આગની જ્વાળાઓ દૂર દૂરથી દેખાઈ હતી. ધડા...