Skip to main content

Drug King pablo emelio escobar Gaiviriya ..પાબ્લો એમિલિઓ એસ્કોબર ગૈવિરિયાદુનિયાનો સૌથી મોટો ડ્રગ્સ માફિયા

આ છે દુનિયાનો સૌથી મોટો ડ્રગ્સ માફિયા- આવા કામ કરી એટલા રૂપિયા બનાવ્યા કે…

    

સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી ડ્રગ્સ એંગલે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. બોલિવૂડ તથા ડ્રગ કનેક્શન એ કઈ નવી વાત નથી. ગેરકાનૂની ડ્રગ્સનો ધંધો કરવો એટલો જુનો અને મોટો છે કે, ડ્રગ્સના ધંધાનો અનુમાન લગાવી શકાય નહીં. આવા ઘણા ડ્રગ્સ માફિયાઓ છે કે, તેઓના ઉપર આખા વિશ્વમાં ડ્રગ્સનો ગેરકાયદેસર ધંધો ચલાવવાનો આક્ષેપ છે. પણ આજે તમને વિશ્વના મોટા પ્રખ્યાત ડ્રગ્સ માફિયાની વાત વિશે કહીશું, આ ડ્રગ્સ માફિયા તેના ગેરકાયદેસર ધંધામાં જો કોઈ નુકશાન કરે તો તે મોત આપે છે. આ ધંધામાં નુકશાન કરનારા હજારો લોકોને મારી નાખ્યા હતા.

સાચે જ, આજે જે ડ્રગ્સ માફિયા વિશે વાત કરવામાં આવે છે, તે છે પાબ્લો એમિલિઓ એસ્કોબર ગૈવિરિયા. પાબ્લો એસ્કોબાર કોકેઇનનાં રાજા તરીકે આખા વિશ્વમાં પ્રખ્યાત હતો. યુ.એસ. ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનના આડતિયા સ્ટીવ મર્ફીએ એક ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું કે, પાબ્લોની પાસે પૈસાનો ભંડાર હતો. માત્ર આટલું જ નહી, દુશ્મનોએ પાબ્લોને મારવા માટે કુલ 16 અબજ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.

2 ડિસેમ્બર, 1993 ના દિવસે કોલંબિયા પોલીસે પાબ્લો એસ્કોબારને મારી નાખ્યો હતો. પણ મૃત્યુ પહેલા એસ્કોબારે પોલીસ અને સૈનિકોને બહુ હેરાન કર્યા હતા. પાબ્લોએ કોલંબિયામાં ભયાનક આતંક મચાવ્યો હતો. કારને ઉડાડવી અને મોટા નેતાની મારી નાખવા એ પાબ્લો માટે એક સાવ નાની વાત હતી. પાબ્લોનું સ્વપ્ન એ હતું કે, પાબ્લો કોલમ્બિયાના રાષ્ટ્રપતિ બને.

1970 ના દાયકામાં પાબ્લો કોકેઇનના ગેરકાનૂની ધંધામાં ગયો અને માફિયાઓને મળીને મેડેલિન કાર્ટેલનું નિર્માણ કર્યું. પાબ્લો એસ્કોબારની શક્તિનો અંદાજ એ હકીકત પરથી લગાવવામાં આવે છે કે, પાબ્લોએ સરકાર ઉપર દબાણ લાવીને પોતાના માટે ખાસ જેલની તૈયાર કરવામાં આવી હતી. પાબ્લોએ દ્વારા એક શરત મુકવામાં આવી હતી કે, જેલના અમુક કિલોમીટરમાં પોલીસ આવી નહિ શકે.


પાબ્લો પાસે 800 થી વધારે ઘરો હતા. પાબ્લો પાસે ફ્લોરિડામાં મિયામી બીચ પર આવેલું યુ.એસ. માં 6500 ચોરસ ફૂટનો બંગલો બનાવવામાં આવ્યો હતો. માત્ર આટલું જ નહીં, પાબ્લોએ કેરેબિયનમાં આઈલા ગ્રાંદે નામના કોરલ ટાપુ પણ ખરીદી લીધો હતો. એક સમયગાળો એવો હતો કે, પાબ્લોએ અમેરિકામાં મોકલવામાં આવતા કોકીનનો 80 % ભાગ પર પાબ્લોનું નિયંત્રણ હતું.

કોકેઇનથી પાબ્લોની કમાણી ઘણી વધી હતી. ફોર્બ્સ મેગેઝિન પાબ્લોને વિશ્વના 10 પૈસા ધરાવતા લોકોમાં શામેલ કરવામાં આવ્યો હતો.. ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે, પાબ્લો એસ્કોબાર પાસે ઘણા પૈસા હતા. અમુક વાર ઉંદરો પૈસા કોતરી નાખતા હતા અને કેટલીક વાર તો નોટોની થપ્પીમાં ઉધઇ થઇ જતી હતી.






Comments

Post a Comment

Popular posts from this blog

સુશાંત કેસમાં ડ્રગ્સ એન્ગલમાં મોટો ખુલાસો: આ પાર્ટીના 2 નેતા, 1 અભિનેતા અને એક ફિલ્મ નિર્માતા સાથે સંબંધ!

  સુશાંત સિંહ રાજપૂત કેસમાં થયેલા સનસનાટીભર્યા ખુલાસા બાદ હવે ED, CBI અને નાર્કોટિક્સ વિભાગ હવે ડ્રગ એંગલની તપાસ કરી રહ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ડ્રગ એન્ગલમાં 4 મોટા નામો સામેલ થવાનો દાવો કરી રહ્યા છે.સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાર મોટા નામમાંથી 2 મુંબઇ ભાજપનારાજકારણીઓ, એક અભિનેતા અને એક ફિલ્મ નિર્માતા છે. આ તપાસ એજન્સીઓને આજે એક વિસ્ફોટક માહિતી તરીકે આવી છે, જે ડ્રગ કારટેલ સાથે રિયા ચક્રવર્તીની લિંકની તપાસ કરી રહી છે. ર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (NDPS) ની કલમ 20, 27 અને 29 હેઠળ કેસ નોંધ્યો છે. NCB ડાયરેક્ટર રાકેશ અસ્થાના આની તપાસમાં લાગ્યા છે. આ વિભાગ ગેરકાયદેસર ડ્રગ્સની ખરીદી અને વપરાશમાં ગુનાહિત કાવતરા અંગેનો છે. હજુ સુધી કોઈને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, રિયાને પહેલા બોલાવવામાં આવશે. સિદ્ધાર્થ પીઠાણીએ કરેલા ઘટસ્ફોટના આધારે સીબીઆઈનું માનવું છે કે, રિયાને આડકતરી રીતે કોઈ ડ્રગ કાર્ટેલ સાથે જોડવામાં આવી હતી જે બોલીવુડના ગ્રાહકો સાથે વ્યવહાર કરે છે, અને તેના ઓપરેશન વિશે જાણે છે, જેને ગ...

નગરપાલિકા ચૂંટણીમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ઓના પ્રશ્નો માટે અનામત સીટો વધારવા માટે આવેદન પત્ર

  રાજકીય તેમજ સરકારી અનામત સંઘર્ષ સમિતિની ૩૨ જેટલી સંસ્થાઓએ ભેગા મળી સુરત બારપરા ચોર્યાસી માયાવંશી સમાજના પ્રમુખ કાંતિ રાંદેરિયાની આગેવાની હેઠળ કલેકટર ને આવેદન પત્ર પાઠવ્યું. નવી વસ્તી ગણતરીના આંકડા મુજબ રાજ્યની વિધાનસભા અને પંચાયત તથા નગરપાલિકા ચૂંટણીમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ઓના પ્રશ્નો માટે અનામત સીટો વધારવા માટે કલેકટરના માધ્યમથી ભારતીય ચૂંટણી પંચને આવેદનપત્ર મોકલવામાં આવ્યું છે.